1.54 લાખના શંકાસ્પદ ખાંડના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

મુંદ્રામાંથી ટ્રક ચાલકો પાસેથી ખાંડની બોરીઓ ભેગી કરી સંગ્રહ કનાર અંજારના આરોપી શખ્સને શંકાસ્પદ ખાંડના જથ્થા સાથે પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન સંદીપગર મહેન્દ્રગર ગુંસાઈ નામના શખ્સને ખાંડની પ0 કિ.ગ્રા.ની 67 બોરી કિ. રૂા. 1,34,000 તથા 2પ કિ.ગ્રા.ની 20 બોરી કિ. રૂા. 20,000  સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.