ચેક પરતના કેસમાં મેરાઉના શખ્સને એક વર્ષની કેદ
copy image
ચેક પરતના કેસમાં મેરાઉના શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર આ બનાવના ફરિયાદી એવા જયંતીલાલ જગશી મહેશ્વરી પાસેથી આરોપી આત્મારામ મેઘજી મહેશ્વરીએ રૂા. 24,50 લાખ હાથ ઉછીના લીધા હતા. જેની ચુકવણી માટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં કોર્ટને બંને પક્ષની દલીલો સભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.