ભચાઉ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત

truk-accident

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉ નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત નિપજ્યાં છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23/4ના રોજ સુનિલ અને મુકેશ નામના બંને યુવાનો મોરબીથી પોતાની બાઈક પર મેઘપર બોરીચી લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા. તેઓ ભચાઉ નજીક આરતી ઇન્ડસ્ટ્રી નજીક પહોંચ્યા હતા જ્યાં અજાણ્યા ટ્રકના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવીને બાઈકને હડફેટે લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બંને યુવાનોના ગંભીર ઇજાઓના પગલે મોત થયા છે.