અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને પકડવા કોમ્બિંગનું આયોજન

આજરોજ સવારે કલાક ૩:૦૦ થી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને પકડવા સારું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સાથે એસોજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો સાથે કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલ. આ ઓપેરશન દરમ્યાન ૪૦૦થી વધુ શંકાસ્પદ ઘુસણખોરોને ઝડપી પાડવામાં આવેલ છે. હાલ એમને કાંકરિયા ફૂટબાલ ગ્રાઉંડ ખાતે ભેગા કરેલ છે.

ભારતના ઇતિહાસમા પહેલીવાર આ પ્રકારે એક્શન લેવાયુ છે, અમદાવાદ અને સુરત આ બે જ શહેરમાંથી એક હજારથી વધુ વિદેશી ઘુસણખોરોને પોલીસે પકડ્યા છે. જેમા રોહિંગ્યા અને બાંગ્લાદેશી છે. હવે ગમે ત્યારે અમદાવાદના ચંડોળા ઉપર પણ બૂલડોઝર ફરી વળી શકે છે.