બારોઈ રોડ પર આવેલ વિજય પાર્ક સોસાયટીના એક મકાનમાં રૂ; છ લાખની તસ્કરી
copy image

મુંદરા ખાતે બારોઇ રોડ પર આવેલી વિજય પાર્ક સોસાયટીમાં ચોરી થઇ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે વધુ મળતી માહિતી અનુસાર બારોઇ રોડ પર આવેલી વિજય પાર્ક સોસાયટીના એક મકાનમાં છ લાખની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે. વધુમાં પરિવારના લોકો મકાનના ઉપરના માળે સૂતા હતા તે સમયે અજાણ્યા ચોર ઇસમોએ નીચેના રૂમનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી રૂ; છ લાખની મત્તા પર હાથ ફેરવ્યો હતો તે સમયે પરિવારના લોકોને શંકા જતાં નીચે આવી તપાસ કરતાં દરવાજો ખુલ્લો અને સર-સમાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ચોર ઇશમો ફરાર થઈ ગયા હતા આ બાબતે સંબંધિતોએ તાત્કાલિત પોલીસને જાણ કરતાં પોલીસે અલગ-અલગ વિસ્તારના કેમેરા, હ્યુમન સોર્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા