આદિપુર પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી., પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ આદિપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત મળેલ કે દર્પણ પલાણ રહે. ગાંધીધામ વાળો મૈત્રી ગાર્ડનના ખુણા પાસે હાજર છે અને તે પોતાના આર્થિક ફાયદા સારૂ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન આઈડી થી ક્રિકેટનો સટ્ટો રમી/રમાડે છે. જેથી ઉપરોકત ઇસમ ઉપર રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) દર્પણ રાજેશભાઈ પલણ ઉ.વ.૩૦ રહે. પ્લોટ નં. ૭૯, વોર્ડ નં. ૧૨/બી,૪૦૦ કવાર્ટર ગાંધીધામ

હાજર ન મળી આવેલ આરોપીનું નામ

(૧) તરૂણ અમરનાની રહે. આદિપુર

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

  • રોકડા રૂ. ૧૦૦0/-

મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-

કુલ કિ.રૂ. ૬૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.