અંજારના સિનુગ્રાની વાડીમાંથી ઊભી કારમાંથી ચારેય પૈડાંની ચોરી ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

અંજાર ખાતે આવેલ સિનુગ્રાની વાડીમાંથી ઊભી કારમાંથી ચારેય પૈડાંની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 19/3ના સિનુગ્રામાં ખરીવાડ ફળિયું ડોસાણવાડીની બાજુમાં આવેલા બંધ વાડામાં તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવના ફરિયાદી એવા ખીમજી દેવરામ સથવારા એ પોતાના દાદાના બંધ વાડામાં કાર રાખેલ હતી. બીજા દિવસે આ વાડામાં જઈને જોતાં કારના ચાર પૈડાં મેગવ્હીલ સાથે ગુમ જણાયાં હતાં. એક માસ અગાઉ બનેલ આ બનાવ અંગે હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.