ભચાઉ ખાતે આવેલ વોંધ સીમ વિસ્તારમાંથી 42 હજારની રોકડ સાથે ચાર ખેલીઓની અટક

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ વોંધ સીમ વિસ્તારમાંથી 42 હજારની રોકડ સાથે ચાર જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે,  વોંધની સીમમાં આવેલી આઈમાતા જય શક્તિ હોટેલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી ચાર ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂા. 42,200ની રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.