ભચાઉમાં પરિણીત મહિલા પર દુષ્કર્મ આચારનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉમાં રહેનાર મહિલાને ફરવા જવાનું કહી સ્થળે લઇ જઇ વારંવાર દુષ્કર્મ આંચરવાના કેસમાં બે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 22/4ના રાત્રીના સમયે ભચાઉમાં રહેનાર એક પરિણીત મહિલા પોતાના ઘરે હતી તે સમયે બે શખ્સો ત્યાં આવેલ હતા અને ફરવા જવાનું કહી ગાડીમાં બેસાડી વીડી ખાતે આરોપીના ઘરે લઇ ગયા હતા. આ મકાનમાં તથા અમદાવાદ, રાજકોટ જુદી-જુદી જગ્યાએ લઇ જઇ આરોપી ઈશમે વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ બની શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.