અંજારના વરસામેડીની સોસાયટીમાં ઘરમાં ઘૂસી કિશોરીની છેડતી કરનાર કિશોર વિરુદ્ધ ગુનો નોંધાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીની સોસાયટીમાં ઘરમાં ઘૂસી કિશોરીની છેડતી કરનાર કિશોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે વહેલી સવારના અરસામાં વરસામેડીની સોસાયટીમાં આ બનાવ બન્યો બન્યો. કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં સૂતેલી 15 વર્ષીય એક કિશોરીની લાજ લેવાના ઇરાદે આ શખ્સે કિશોરી સાથે છેડતી કરી હતી. પોલીસે આ કિશોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.