આદિપુર શાહેરમાં મોબાઇલ ઉપર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પોલીસના સકંજામાં
copy image

આદિપુર શાહેરમાંથી મોબાઇલ ઉપર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના મૈત્રી બગીચાના ખૂણા નજીક ગાંધીધામ 400 ક્વાર્ટર વોર્ડ-12 બીમાં રહેનાર દર્પણ રાજેશ પલણ નામનો શખ્સ પોતાના મોબાઇલમાં ક્રિકેટ IPLનો ઓનલાઇન સટ્ટો રમી રહ્યો હતો. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.