ભુજના માધાપરમાં બે કિશોરીની લાજ લેવાના ઇરાદે છેડતી કરનાર બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ભુજ તાલુકાના માધાપરમાં બે કિશોરીને લાજ લેવાના ઇરાદે છેડતી કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, છેડતીનો આ બનાવ માધાપર જૂનાવાસના ચોકમાં બન્યો હતો. અહીં બે કિશોરી હાજર હતી તે સમયે બંને આરોપી ઈશમો ત્યાં આવેલ અને કિશોરીઓની લાજ લેવાના ઇરાદે બંનેને બાઇક પર બેસવાનું કહેતાં બંનેએ ના પાડતાં આ શખ્સોએ કિશોરીઓની છેડતી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઈશમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.