મુંદ્રાના મકાનમાંથી 1.92 લાખની તસ્કરી થયા મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

મુંદ્રામાં 1.92 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 26/4ની રાતથી બીજા દિવસની સવાર સુધીના સમયગાળા દરમ્યાન બનેલ આ ચોરીના બનાવ અંગે જિતેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદ ગત તા. 26/4ના રાત્રે ઘરને તાળું મારી ઉપરના માળે આવેલા રૂમમાં સૂતા હતા, તે સમયે અજાણ્યા ચોર ઈશમો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂા. 1,92,900ની  તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.