રાજકોટમાં બધં મકાનમાંથી રૂા.૧૬.૫૦ લાખની તસ્કરી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી રસ્તા પર આવેલ પુષ્કરધામ સોસાયટીના બ્લોક નં.૧૩૦માં રહેતા ઈમરાનભાઈ ઈસ્માઈલભાઈ મેતર તેના પરિવારજનો સાથે વેકેશનમાં રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યારે તેના બધં મકાનની રસોડાની બારી તોડી તસ્કરો તિજોરી તોડી રૂ.૧૪.૩૦ લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧૬.૫૦ લાખની મત્તા તસ્કરી ગયાનું બહાર આવતા ક્રાઈમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ, ડોગ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ સીસીટીવી ફટેજના આધારે તસ્કરોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.