અરજદારશ્રીનો ગુમ થયેલ વન પ્લસ કંપનીનો ૧૨ આર મોડલનો મોબાઇલ કિં.રૂ.૪૨,૦૦૦/- વાળો શોધી કાઢી પરત કરતી નલીયા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ ગુમ થયેલા મોબાઇલો શોધી કાઢવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને નલીયા પોલીસ સ્ટેશન આવક નં.૧૨૪/૨૦૨૫ તા.૧૫/૦૩/૨૦૨૫ મુજબના કામે અરજદારશ્રી દર્શનકુમાર મંગલદાસ ભાનુશાલી રહે.નલીયા વાળાઓએ અત્રેના પોસ્ટે આવી અરજી કરેલ હોય કે ગઇ તા-૧૪/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના બારેક વાગ્યે મારો વન પ્લસ કંપનીનો ૧૨ આર મોડલનો કિંરૂ.૪૨,૦૦૦/- વાળો મોબાઇલ ફોન નલીયા બજારમાં ક્યાંક ખોવાઇ ગયેલ છે જે બાબતેની તપાસ કરવા અરજી આપેલ હોય જે અરજી અનુસંધાને વી.એમ.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર નલીયા પો.સ્ટે.નાઓની સુચના આધારે એ.એસ.આઇ. રવિરાજસિંહ દીલજીતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ મામધફારૂક જુસબ હિંગોરા તથા પો.કોન્સ ચેતનસિંહ હેમજી વાઘેલા નાઓ સતત પ્રયત્નશીલ રહી ટેક્નીકલ સર્વેલન્સ ના આધારે અરજદારનો ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારને તેમનો વન પ્લસ કંપનીનો ૧૨ આર મોડલનો કિંરૂ.૪૨,૦૦૦/- વાળો મોબાઇલ ફોન સુપ્રત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરેલ છે
