અંજારના વીરા ગામ નજીક દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

અંજાર ખાતે આવેલ વીરા ગામ નજીક દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વીરા ગામ નજીક મોમાઇ હોટેલ પાસે બાવળની ઝાડીમાં થેલો લઇને ઊભેલા વવાર મુંદરાના ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો હતો. પકડાયેલ શખ્સ પાસે રહેલ બેગની તપાસ કરતાં તેમાંથી રોયલ ચેલેન્જ, મેકડોવેલ્સ નંબર-1ની 10 બોટેલ તથા હેવર્ડસ 5000 બિયરના 3 ટીન એમ કુલ રૂા. 7930નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
