નાના કપાયાના વેપારી સાથે  11.55 લાખની ઠગાઈ થતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા વેપારી સાથે  11.55 લાખની ઠગાઈ થયાનો મામલો પોલીસ ચોપડે ચડયો છે. આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બારોઈ રોડ પર રાજલ કલેક્શન નામની ઈલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા શામજીભાઈ નવગાભાઈ રાજપૂત દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર આ  વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત એપ્રિલ-2024ના વન પ્લસ સીઈ 4 લાઈટ મોડેલના 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે એડવાન્સમાં રૂા. 11.55 લાખ બેંક મારફતે ચુકવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ પણ આરોપી ઈશમોએ મોબાઈલ કે અપાયેલાં નાણાં પરત કર્યા ન હતા. બાદમાં વારંવાર કહેવા છતાં કોઈ હલ ન આવતા આખરે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.