પડાણામાં દારૂની કાર્યવાહી કરવા ગયેલ પોલીસ પર બૂટલેગરનો હુમલો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, પડાણામાં દારૂની કાર્યવાહી કરવા ગયેલ પોલીસ સાથે ઝપાઝપી કરી કારથી ઉડાવી દેવાની ધમકી આપનાર બૂટલેગરને દબોચી લેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પડાણા નજીક પંજાબ હોટેલના પાર્કિંગ આગળ સર્વિસ રોડ પર દારૂની કાર્યવાહી અર્થે ગયેલ હતી તે દરમ્યાન મોપેડ પર આવેલા જયપાલસિંહ ઉર્ફે શિવમ ફતુભા જાડેજાએ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને બિયર આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કિશોરને પકડી તેની પાસેથી બિયરના ત્રણ ટીન કબ્જે કર્યા હતા. બાદમાં આ કિશોરને પોલીસ મથકે લઇ જતાં રસ્તામાં બૂટલેગર પોતાની કાર પોલીસના ખાનગી વાહન આગળ રાખી દઇ કિશોરને છોડાવવાની કોશિશ કરી પોલીસ પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત બીજી વખત પડાણા આવશો તો ગાડીથી ઉડાવી દેવાની ધમકી પણ આપેલ હતી. પોલીસે આ ઈશમની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.