કોઠારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત

copy image

કોઠારા નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતાં બાઈકસવારનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રવા વાડીવિસ્તારમાં રહેતા મૂળ હરિયાણાના પરિવારના યુવાન બલવિંદરસિંગ સુખવિંદરસિંગની બાઇકને ટ્રકે હડફેટે લેતાં તેનું મોત નીપજયું છે. ગત દિવસે સવારના સમયે હતભાગી બલાવિંદરસિંગ તેની બાઇક લઇને ગઢવાડા તરફ જઈ રહ્યો હતો તે સમયે પુરપાટ આવતા ટ્રકના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી બલવિંદરસિંગની બાઇકને હડફેટે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે કોઠારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
