માનવ કલ્યાણ યોજનાની કામગીરી પારદર્શક અને ઝડપી બને તથા અરજદાર ઘર બેઠા-બેઠા જ ફોર્મ ભરી આ યોજનાનો લાભ મેળવો
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજનાની કામગીરી પારદર્શક અને ઝડપી બને તથા અરજદાર ઘર બેઠા-બેઠા જ ફોર્મ ભરી આ યોજનાનો લાભ મેળવી શકે તેવા ઉમદા હેતુસર આ યોજના અંતર્ગતની તમામ કામગીરી “e-kutir” પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવેલ છે. માનવ કલ્યાણ યોજના અંતગર્ત નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભુત થવા માટે તેમના ઘંઘાને અનુરૂપ સાધન-ઓજાર સ્વરૂપે સહાય આપવાની યોજના છે. ઇચ્છુક અરજદારે નીચે જણાવેલ વેબ સાઇટ પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.૨૨/૦૫/૨૦૨૫ સુધી “e-kutir” પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજદારોને ખાસ માહિતગાર કરવામાં આવે છે કે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલીકૃત યોજનાનો અમલ નિઃશુલ્ક થાય છે. યોજના માટે કચેરી મારફત કોઈ એજન્ટો/દલાલો કે અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપેલ નથી. જેથી લાભ અપાવવાના બહાને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં. વેબ સાઇટ:- https://e-kutir.gujarat.gov.in/
મળવા પાત્ર ટુલકીટના નામ:-
(૧) અથાણા બનાવટ
(૨) ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ
(૩) દુધ-દહીં વેચનાર
(૪) પંચર કીટ
(૫) પાપડ બનાવટ
(૬) પ્લમ્બર
(૭) બ્યુટી પાર્લર
(૮) ભરતકામ
(૯) વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
(૧૦) સેન્ટીંગ કામ