શ્રેષ્ટ ખેલાડીઓ વચ્ચે ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ લાઇવ પ્રસારણ,તડપદી ભાષામાં કોમેન્ટરી રોમાંચક – સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત છેલ્લા ૩૭ દિવસ થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રાજી છે. ૫૨૦ ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત રહી ખેલાડીઓ ને ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે. આ સાથે તારીખ ૦૩/૦૫/૨૦૨૫ના ઓગણસાઇઠમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ જય ભારત ઇલેવન અને સાદ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં સાદ ઇલેવન ભુજ ની જીત થઇ હતી. બીજી મેચ વાલ્મીકી ઇલેવન A અને વિનીત ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં વાલ્મીકી ઇલેવન A ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ રોયલ ઇલેવન અને હિન્દુ નટ સમાજ ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં માં રોયલ ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. ચોથી મેચ ZZZ ઇલેવન ભારાપર અને ABC ઇલેવન કાલીતલાવડી વચ્ચે રમાઇ જેમાં ABC ઇલેવન કાલીતલાવડી ની જીત થઇ હતી. પાંચમી મેચ ભીલવાસ સમાજ ઇલેવન અને ફુલપીરદાદા ઇલેવન નિરોણા વચ્ચે રમાઇ જેમાં ફુલપીરદાદા ઇલેવન નિરોણા ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ જય જલારામ ઇલેવન આદિપુર અને SMC ઇલેવન માધાપર વચ્ચે રમાઇ જેમાં જય જલારામ આદિપુર ઇલેવન ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ અમીન ઓપટીક્સ ઇલેવન અને દ્વારકેશ ઇલેવન સણોસરા વચ્ચે રમાઇ જેમાં અમીન ઓપટીક્સ ઇલેવન ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ સાથે તારીખ ૦૪/૦૫/૨૦૨૫ના સાઇઠમાં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ KK રામપર ઇલેવન અને નીલકંઠ ઇલેવન રામપર વચ્ચે રમાઇ જેમાં KK ઇલેવન રામપર ની જીત થઇ હતી. બીજી મેચ એકતા ઇલેવન વાઢિયા અને દેશ દેવી ઇલેવન ભુજોડી વચ્ચે રમાઇ જેમાં એકતા ઇલેવન વાઢિયાં ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ઢાબા ઇલેવન અને હરસિધ્ધી ઇલેવન સોઢા કેમ્પ વચ્ચે રમાઇ જેમાં માં ઢાબા ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. ચોથી મેચ શક્તિ ડિફેન્ડર ઇલેવન ભુજ અને આર.વી. સ્ટ્રાઇક્સ ઇલેવન વચ્ચે રમાઇ જેમાં શક્તિ ડિફેન્ડર ઇલેવન ભુજ ની જીત થઇ હતી. પાંચમી મેચ ફ્રેન્ડસ સુપર કિંગ ઇલેવન અને કરન ઇલેવન માધાપર વચ્ચે રમાઇ જેમાં કરન ઇલેવન માધાપર ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ અવધ સ્ટાર ઇલેવન અને બેન્ક ઓફ ઈન્ડિયા ઇલેવન વચ્ચે રમાઇ જેમાં કરન ઇલેવન માધાપર ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ કાદરી ઇલેવન કનિયાબા અને યંગ સ્ટાર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં યંગ સ્ટાર ઇલેવન ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે સર્વશ્રી મહેમાનો તથા જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.