મેઘપર બોરીચીમાં લાકડાંના બેન્સામાં અગાઉ ઘવાયેલ આધેડ શ્રમીકનું સારવાર દરમ્યાન મોત

body

copy image

copy image

  અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં લાકડાંના બેન્સામાં અગાઉ ઘવાયેલ આધેડ શ્રમીકે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક માસ પૂર્વે મેઘપર બોરીચીમાં આવેલા રિવા ઈમ્પેક્ટ નામના લાકડાંના બેન્સામાં આ બનાવ બન્યો હતો. અહી 45 વર્ષીય બિરબલ ધુરાઈ ભાટીદા નામનો શ્રમિક આ બેન્સામાં 40થી 4પ કિલો વજન ઉપાડીને જઈ રહ્યો હતો તે સમયે તેનો પગ લપસતાં તેને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચ હતી. ઘાયલ શ્રમીકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સરવાર દરમ્યાન તેમનું મોત થયું છે.