ગાંધીધામમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામના કાસેઝ ગેટ નજીકથી 30 થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના કાસેઝ કસ્ટમ નવા ગેટ બહાર આ બનાવ બન્યો હતો. આ સ્થળેથી 30 થી 35 વર્ષીય અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હહતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આદરી છે.