રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે ખનીજ વહન કરતી ચાર ટ્રકને પકડી પાડવામાં આવેલ

માનનીય કલેક્ટરશ્રી, કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી, પૂર્વ કચ્છ અને ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ ની તપાસટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવેલ.
સદર તપાસ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે ખનીજ વહન કરતી ચાર ટ્રક પકડવામાં આવેલ.
ચારે ટ્રકોને સીઝ કરી આશરે ૯૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ લાકડીયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.