કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ ચાલુ : ભારતીય સુરક્ષાદળોએ 6 ડ્રોન તોડી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ ચાલુ છે. ત્યારે જાણવા મળી રહ્યું છે Operation Sindoor બાદપાકિસ્તાન બેબાકળું બની અને સતત ભારત પર હુમલા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સરહદી વિસ્તાર કચ્છમાં પણ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરાઈ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. જેને ભારતીય સુરક્ષાદળો દ્વારા નિષ્ફળ બનાવાયા છે. શનિવારે પાકિસ્તાનએ ફરી એક વખત 6 ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે.