કચ્છ જિલ્લામાં યુએવી/ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

copy image

કચ્છ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ remote sensing, mining, law & order, internal security, defence સિવાયના અન્ય કોઇ હેતુ માટે કોઇપણ સરકારી કે ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી/ડ્રોનના ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લાની હદ વિસ્તારમાં remote sensing, mining, law & order, internal security, defence સિવાયના કોઇ હેતુ માટે કોઇપણ સરકારી કે ખાનગી સંસ્થા/ વ્યક્તિ દ્વારા કોઇપણ પ્રકારના યુએવી/ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી અમલ કરવાનો રહેશે.
