અબડાસાના મોટી ધૂફી ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી

copy image

અબડાસા ખાતે આવેલ મોટી ધૂફી ગામના એક શખ્સે પાકમાં નાખવાની ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટી ધૂફીમાં રેહતા મોહન કોલી નામના યુવાને સવારે 9.30 વાગ્યાના અરસામાં ધૂફી વાડીવિસ્તારમાં કોઈ અકળ કારણોસર પાકમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે આદરી છે.
