બિહારના પટણામાં પાઇપમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

copy image

copy image

બિહારની રાજધાની પટણામાં પાઇપમાંથી મહિલાની લાસ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ પટણામાં વરસાદનું પાણી નીકળતા પાઈપમાંથી રાત્રીના સમયે 32 વર્ષીય મહિલાનો અર્ધવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે આ મામલે પોલીસે હતભાગીનો મૃતદેહે પોસ્ટમોટમ માટે મોકલી દઈ આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.