મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરની બેટરીના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, વિવેક વિજયભાઇ વિસાણી રહે અંજાર વાળો હાલે મોમાય ક્રુપા હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે બેટરીનો ભંગાર રાખેલ છે અને હાલે તેની પ્રવુતી ચાલુમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જામાંથી અલગ અલગ કંપનીની નાની મોટી સાઇઝની બેટરીઓનો ભંગાર તથા એક બેટરી વાળુ ગ્લાયન્ડર મશીન મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુર ઇસમ પાસે આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમને આ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે આ બેટરીઓનો ભંગાર મોમાય ક્રુપા હોટલના પાર્કીંગમાં ઉભેલ ટ્રક કટેનરના ડ્રાઇવર પાસેથી મેળવેલ હોવાનું જણાવેલ તેમજ આ કન્ટેનરનો શીલ ટ્રક ડ્રાઇવર તથા અમો બને જણાએ સાથે મળીને ગ્લાયંડર મશીન વડે કાપીને આ ભંગારની બેટરીઓ કાઢેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર હાજર મળી આવેલ ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કિં.રૂ. ૧૧,૦૦,૧૫૦/-)

ભંગારની બેટરીઓ નંગ – ૯૧ જેની કિં.રૂ. ૯૧,૦૦૦/-

  • ગ્લાયંડર મશીન નંગ – ૧ કિં.રૂ. ૩,000/-

કટેનર શીલ કરવાના નવા પીળા તથા સફેદ કલરના શીલ નંગ-૨૩ કિં.રૂ. ૧૧૫૦/-

  • કાપેલ શીલ નંગ – ૧ કિં.રૂ. ૦૦/૦૦

ગાડી તથા કટેનરમાં રહેલ માલ આશરે કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ – ૧, કિં.રૂ. ૫,૦૦૦/-

પકડાયેલ ઇસમ

વિવેક વિજયભાઇ વિસાણી (વાણદ) ઉ.વ.૩૯ રહે. મીથીલા સોસાયટી -૩, અંજાર

વિવેક વિજયભાઇ વિસાણીનો ગુનાહિત ઇતિહાસ

અંજાર પો.સ્ટે. ૯૧૦/૨૦૨૨ જુગાર ધારા કલમ ૪.૫ વિગેરે મુજબ

અંજાર પો.સ્ટે. ૧૨૬૧/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૧૧૪,૨૯૪(બી),૩૨૩,૩૨૪ વિગેરે મુજબ