ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળનું જાહેરનામું
જેથી, હું આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મને મળેલી સત્તાની રૂએ કચ્છ જિલ્લાની હદ વિસ્તારમાં remote sensing mining. law & order, internal security, defence સિવાયના અન્ય કોઈ હેતુ માટે કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થા/વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારના UAV/DRONEના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવું છું.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.
તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોઇ આથી એક તરફી હુકમ કરું છું. જાહેર જનતાની જાણ સારુ સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી મારફતે પ્રસિદ્ધિ કરાવવી તથા તમામ પોલીસ સ્ટેશન, તેમજ જિલ્લા પંચાયત હસ્તકની તમામ કચેરીઓ અને ગ્રામ પંચાયતોના નોટીસ બોર્ડ પર તથા મહેસૂલી તમામ કચેરીઓના નોટીસ બોર્ડ પર તથા સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર ચોટાડી પ્રસિદ્ધિ કરવી.
આ જાહેરનામું તા.૧૦/૦૫/૨૦૨૫ થી તા.૯//૦૫/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
આજરોજ તા. ૧૦/૦૫/૨૦૨૫ના રોજ મારી સહી કરી તથા કચેરીના મહોર લગાવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
