સોશીયલ મિડીયા પર ભારતના સાર્વભોમત્વ એકતા અને અખંડીતતાને ભયમાં મુકે તેવુ અને પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓએ હાલના સમયમા ગઈ તા-૨૨/૦૪/૨૦૨૫ નારોજ પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય નાગરીકોની હત્યા કરવામાં આવેલ જે અનુસંધાને પી.ઓ.કે, કે જ્યાથી ભારત પર આતંકવાદી હુંમલાની યોજના ઘડવામાં આવેલ તે જગ્યા પર તા-૦૭/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય સેના દ્રારા ઓપરેશન સિંદુર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવેલ જે અંગે બન્ને દેશો વર્તમાન પરીસ્થિતી અનુસંધાને સોશીયલ મિડીયાના માધ્યમ થી દેશ વિરૂધ્ધ ખોટા પ્રોપગેંડા તથા ખોટા સમાચાર સોશીયલ મીડીયા ઉપર ફેલાવતા ઈસમો ઉપર વોંચ રાખવા અને આવા ખોટા સમાચાર સોશીયલ મીડીયા ઉપર વાયરલ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને ખાનગી રાહે હકિકત મળેલ કે આ કામેના આરોપી અનીસ આબીદઅલી ભાન ઉવ.૨૬ રહે,તૈયબા ટાઉનશીપ સંજોગ નગર ભુજ વાળાએ હાલે બન્ને દેશો વચ્ચે વર્તમાન પરીસ્થિતી અનુસંધાને મજકુરે પોતાના સોશીયલ મિડીયા પર પોતે પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકેલ જે અલગતાવાદી પ્રવુતિઓને લાગણીયો ને પ્રોત્સાહન તેમજ ભારતના સાર્વભોમત્વ એકતા અને અખંડીતતાને ભયમાં મુકેલ હોય તેવુ કુત્ય કરી તેવુ સ્ટેટસ મુકી ગુનો આચરેલ હોય. જેઓને હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસસ ના આધારે મજકુર ઈસમને પકડી પાડી તેઓની વિરૂધ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ ગુના નં-૧૧૨૦૫૦૪૬૨૫૦૦૦૨ ભારતીય ન્યાય સહિતા સને ૨૦૨૩ ની કલમ-૧૫૨ મુજબ કાયદેસર ગુનો દાખલ કરી ધોરણસર અટક કરવામાં આવેલ છે.
આ કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી બોડાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી કે. એમ. રાઠોડ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે
બન્ને દેશો વચ્ચે વર્તમાન પરીસ્થિતી અનુસંધાને સોશીયલ મિડીયાના માધ્યમથી દેશ વિરૂધ્ધ ખોટા પ્રોપગેડા તથા ખોટા સમાચાર સોશીયલ મીડીયા ઉપર ફેલાવતા ઈસમો અને ખોટા સમાચાર સોશીયલ મીડીયા ઉપર વાયરલ કરનારાઓ આપના ધ્યાને આવે તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ ભુજ તથા આપના નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવી
