ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમિનિયમના વાયરો સાથે એક ઈસમ ઝડપાયો

copy image

ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમિનિયમના વાયરો સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે . આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસટીમને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ભુજ તાલુકાનો એક ઈસમ ભંગારવાડામાં ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમિનિયમ અને તાંબાના વાયરોના કોથળા ભરી અને વેચવા જવાની ફિરાકમાં છે.જેથી તે જગ્યાએ પોલીસટીમે તપાસ કરતા આધાર પુરાવા વગરના રૂ; 25,500ના એલ્યુમિનિયમ અને તાંબાના વાયરો સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.
