લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

લગ્નની લાલચ આપી યુવતી સાથે બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બાબતે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આરોપી શખ્સ હું કુંવારો છું તેમ કહી યુવતીને લગ્નની લાલચ આપી હતી. ઉપરાંત તે યુવતીને ભુજમાં આવેલ ડેઝર્ટ હોટેલમાં લઇ ગયો હતો. અને તે યુવતી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. ત્યાર બાદ આરોપી શખ્સે તે યુવતીને આ વાત કોઈને જણાવીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
