આઇશર ટ્રકની અડફેટે આવી જતા 25 વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મોત
copy image

ભુજ ખાતે નાગોર રોડ પર આઇશર ટ્રકની અડફેટે આવી જતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજની ભાગોળે નાગોર રોડ ઉપર માર્કેટયાર્ડથી હનુમાન મંદિર તરફ જતા રસ્તે એક 25 વર્ષીય યુવાન અજય ખીમજી વાઘમશીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હતભાગીનું મોત ઘટના સ્થળે જ થયું હોવાથી 108 તેને સારવાર અર્થે લીધા વગર જ પરત ફરી ગઈ હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાણી હતી.
