આદિપુરમાંથી ચાર ખેલીઓ ઝડપાયા

copy image

આદિપુરમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આદિપુરની 80 બજાર રાધિકા જ્વેલર્સ દુકાનના ઓટલા ઉપર ગઇકાલે રાત્રે અમુક શખ્સો ટોળું વળી ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રૂ;7380 મુદ્દામાલ જપ્ત કર્યો છે.
