યુપીના કાનપુરમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક યુવાનનું મોત

copy image

copy image

યુપીના કાનપુરમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક એન્જિનિયર (AE)નું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બાબતે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ યુપીના કાનપુરનો એક યુવાન ખાનગી ક્લિનિકમાં વાળ ટ્રાન્સપ્લાન્ટ કરાવા માટે ગયો હતો. તે દરમ્યાન મહિલા ડોક્ટરે તેને ઇન્જેક્શન આપતા જ તે શખ્સનું મોઢું સુજી ગયું હતું. અને હાલત ગંભીર થવા લાગી હતી. ઉપરાંત તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાંન તે શખ્સનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હતભાગીની પત્નીએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.