ભુજમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો

copy image

copy image

ભુજમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ બનાવ 10 મેં ના રાત્રીના સમયે બન્યો હતો. જેમાં આરોપી શખ્સોએ પહેલાના ઝગડાનું મનદુઃખ રાખી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. તે ઉપરાંત ફરિયાદીને ધકબૂશટ અને પંચથી માર મારી ફરિયાદીના કારમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.