નખત્રાણા તાલુકાના નખત્રાણામોટાના ભુજ-લખપત હાઇવે ની બાજુમાં આવેલ સરકારી જમીન પર તથા કુદરતી પાણીના વહેણપર થયેલ ગેરકાયદેશર બિનઅધિકૃત દબાણ દુર કરવા બાબત

આજરોજ તા.૧૪ મે ૨૦૧૫ ના નખત્રાણા તાલુકાના નખત્રાણામોટા ના ભુજ-લખપત હાઇવેની બાજુમાં આવેલ સરકારી જમીન પરના આવેલ હોટેલ, ઓરડીઓ, કોમર્શીયલ ગેરેજ, વોશીંગ સેન્ટર, સિમેન્ટ બ્લોક ફેકટરી વિગેરે પ્રકારના કુલ-૨૪ સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી બી.આર.શાહ, મામલતદાર નખત્રાણા ઘ્વારા દબાણકારીને જ.મ.કા.ક-૨૦૨ હેઠળ દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો આજરોજ તા.૧૪/૫/૨૦૨૫ ના રોજ જિલ્લા કલેકટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી, નખત્રાણા શ્રી સુરજ સુથાર, મામલતદારશ્રી બી.આર.શાહ તથા સ્ટાફ, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવણા તથા તેમની પોલીસ ટીમ, જી.એસ.આર.ડી.સી.ના અધિકારીશ્રી નરેશ ભાનુશાળી, ચીફ ઓફીસરશ્રી ભાવિન કાંઘાણી તથા સ્ટાફ, તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફની હાજરીમાં દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી. આ કામગીરીમાં કેટલાક પાણીના વહેણને નડતરરૂપ થતાં દબાણો હટાવવામાં આવેલ તથા ગેરકાયદેસર દબાણકારો ના કુલ-૧૩ પાણીના કનેકશન દૂર કરવામાં આવેલ. જે કાર્યવાહી હેઠળ નખત્રાણામોટાના ભુજ-લખપત હાઇવે ની બાજુમાં આવેલ સરકારી જમીન પર કુલ -૨૪ કોમર્શીયલ દબાણો દુર કરવામાં આવેલ. આ કામગીરી બાદ કુલ અંદાજીત ૧૪૮૦૦ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની અંદાજીત કીંમત રૂા.૪,૦૦,૩૮,૪૦૦/- અંકે રૂપીયા ચાર કરોડ આડત્રીસ હજાર ચારસો પુરા થાય છે તે જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી.

(બી.આર.શાહ)

મામલતદાર નખત્રાણા

નં.દબાણ/નખત્રાણામોટા/અખબારયાદી/૫/૨૦૨૫

તા.૧૪/૫/૨૦૨૫