ખાણખનીજ વિભાગનો સપાટો પાંચ ટ્રકો ઝડપાઈ

ખાણખનીજ વિભાગ નો સપાટો પાંચ ટ્રકો ઝડપાઈ// માનનીય કલેક્ટરશ્રી, કચ્છની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાયિંગ સ્ક્વોર્ડ, કચ્છ ની તપાસટીમ દ્વારા તા- ૧૪/૦૫/૨૫ ના રોજ રાત્રીના સમયે ગાગોદર – સમાખ્યાલી રોડ, તા- ભચાઉ , પૂર્વ કચ્છ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવેલ.
સદર તપાસ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે ખનીજ વહન કરતી ૫ ટ્રકો પકડવામાં આવેલ.
સદર પાંચે ટ્રકોને સીઝ કરી આશરે ૧.૧૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ લાકડીયા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જેની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.