એક જ સ્થળે બે અકસ્માત સર્જાતા પાંચ ઘાયલ

અમદાવાદ શહેરમાંથી રફતારનો કહેર ફરી સામે આવી રહ્યો છે. ફુલસ્પીડમાં આવતી કારે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. મદદ માટે ત્યાં લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. તે દરમ્યાન એક એક્ટિવા ચાલકે પાછળ થી આવી અન્ય 2 લોકોને ટક્કર મારી હતી. આમ તે જગ્યાએ કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.