ભચાઉ ખાતે આવેલ શિકારપુર માર્ગેથી દેશી બંદૂક સાથે એકની ધરપકડ

copy image

ભચાઉ ખાતે આવેલ શિકારપુર માર્ગ પરથી એક શખ્સને દેશી બંદૂક સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિકારપુર રેલવે ફાટક નજીકથી ગામ તરફ આવતા આશિક અકબરભાઈ ખોજા નામના શખ્સને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ શખ્સના કોથળામાંથી દેશ હાથ બનાવટની સિંગલ બેરલની બંદૂક નીકળી પડી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.