મુરૂ નજીકથી ચોરી કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ ડીઝલ 430 લિટર સાથે એકની થઈ ધરપકડ

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મુરૂ નજીકથી ચોરી કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ ડીઝલ 430 લિટર સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મુરૂ ગામે લક્કી ચાડી પાસે અમુક ઇસમોએ ચોરી કે છળકપટથી મેળવેલો ડીઝલનો  જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી ભરેલ ડીઝલ લિટર 430 કિં. રૂા. 98,700 સાથે અબ્દુલ્લા હારૂન રાયમા નામના શખ્સને ઝડપી  પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.