ગળપાદરમાં એક શિક્ષક મહિલા સાથે 18.74 લાખની ઓનલાઈન છેતરપીંડી

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં એક મહિલા સાથે શેરબજારમાં નફાની લાલચ આપી કોઈ અજાણ્યા શખ્સોએ છેતરપિંડી કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 28/1/૨૦૨૫ થી 28/4/2025 સુધીના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી કોઈ અજાણી વ્યક્તિએ શેરમાર્કેટમાં થતા નફા અંગે ફરિયાદીને ખોટી વિગતો આપી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી હતી. ત્યાર બાદ ફરિયાદીનું પ્રીમિયમ ખાતું ખોલાવી લીન્ક મોકલી તેના માધ્યમ વડે વેબસાઈટ પર નોંધણી કરાવ્યા બાદ આ મહિલા પાસેથી જુદા-જુદા ટ્રાન્ઝેકશન દ્વારા કુલ 18,74,804નું રોકાણ કરાવી આ રકમમાંથી નાણાં લેવા માટે કમિશનના વધુ 13 લાખ ભરવાનું જણાવાયું હતું. ખોટી વિગતોથી આરોપી શખ્સોએ મહિલા પાસે 18.74 લાખ પડાવી લીધા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ છાનબીન હાથ ધરી છે.