માધાપર ગામના નવાવાસમાં ગટરનાં દૂષિત પાણી પાટ નદીમાં ફરી વળ્યા : ગાયો કાદવ-કીચડ વચ્ચે કચરો ખાતી જોઇ જીવદયા પ્રેમીઓમાં રોષ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ તાલુકાનાં માધાપર ગામના નવાવાસમાં ગટરનાં દૂષિત પાણી પાટ નદીમાં ફરી વળતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છવાયો છે. ત્યારે મફતનગરથી ગ્રામ પંચાયત, વથાણચોક, પાટ હનુમાનજી સુધી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. ત્યારે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરની પ્રજા માટે ગટરની સમસ્યા કાયમી બની ગઇ હોય તેમ મફતનગરથી છેક પાટ હનુમાનજી સુધી દૂષિત પાણી વહી રહ્યા છે. ઉપરાંત વધુમાં સૂત્રોનું કહેવું છે કે, નદી પર જ બનાવાયેલી શાકમાર્કેટનો વધેલો કચરો ધંધાર્થીઓ આ નદીમાં જ ફેંકતા હોવાના કારણે ગાયો પણ કાદવ-કીચડ વચ્ચે કચરો ખાતી જોઇ જીવદયાપ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળી આવ્યો છે.