અંજારના રતનાલમાં ગાડીની ટક્કરથી 55 વર્ષીય આધેડનું મોત નીપજયું

copy image

copy image

અંજાર ખાતે આવેલ રતનાલમાં ગાડીની ટક્કરથી 55 વર્ષીય આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પાપ્ત થતી વિગતો મુજબ  રતનાલ ગામના  બી.એસ.એન.એલ. ટાવર નજીક બપોરના અરસામાં અકસ્માતનો  આ બનાવ બન્યો હતો. હતભાગી વસ્તાભાઈ અંજાર-ભુજ રોડ પર પગે ચાલીને જઈ રહ્યા હતા, તે સમયે પૂરઝડપે આવતી સ્વીફટ ગાડીના ચાલકે તેમને ટક્કર  મારી અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે આધેડનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.