આદિપુરમાં એક મકાનમાં મહેફિલ માળતા ત્રણ શખ્સો ઝડપાયા

copy image

copy image

આદિપુરમાં મકાનમાં મહેફીલ માણતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી માહિતી અનુસાર ગત રાત્રે પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આદિપુરમાં સિંધુ વર્ષા સોસાયટીનાં એક મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો શરાબ સાથે મહેફિલ માણી રહ્યા છે. પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતાં અહી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.