ગાંધીધામ જીઆઇડીસીમાં દંપતીએ ટામી વડે યુવાનને માર માર્યો
ગાંધીધામ જીઆઇડીસીમાં ઘરની સામે કૂતરાને બિસ્કીટ ન ખવડાવાનું કહેતાં યુવાન પર દંપતીએ ટામી વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ મામલે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા;13-5ના રાત્રિના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી જીઆઇડીસી દીપ ભવનની સામે રહેતો યુવાન પોતાના ઘરની બહાર બેઠો હતો, તે દરમ્યાન પડોશમાં જ રેહતા પતિ પત્ની ઘરની બહાર કૂતરાને બિસ્કીટ ખવડાવતા હતા. જેની ફરિયાદીએ ના પાડતાં દંપતી ઉશ્કેરાઇ જઈ અને યુવાનને ટામી વડે માથા તેમજ મોઢાના ભાગે માર મારી અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચાડી હતી. જેથી યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
