ગાંધીધામ આઈ.આઈ.ટી. દ્વારા નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનું આયોજન

ગાંધીધામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે તા.૦૨ જૂન થી ૧૩ જૂન દરમિયાન ૧૦ કલાકના નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનું ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ૮ ધોરણ પાસ કરેલા કોઈ પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકે છે. આ વર્કશોપમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ કૌશલ્યોનો પરિચય, કારકિર્દી માર્ગદર્શન, નવીનતમ ટેકનોલોજીની જાણકારી અને વેકેશનનો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પુરી પાડવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હાલ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે ગાંધીધામ આઈટીઆઈ ખાતે રૂબરૂ સંપર્ક કરવો તેવું ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.