ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો

copy image

ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ મામલે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ ગાંધીધામના સેક્ટર-પાંચ સથવારા કોલોની પાસે ભાવેશ્વર ટી હાઉસની સામે જાહેરમાં દેવજી મૂળજી મહેશ્વરી નામનો શખ્સ લોકો પાસેથી આંકડા લઇ રહ્યો હતો. તે ઉપરાંત અચાનક ત્રાટકેલી પોલીસે તેને ઝડપી પાડી રોકડ રૂા. 2400 તથા પેન પાનું કબ્જે કરવામાં આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.