જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાપુ પરથી મળેલ બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થના ૦૪ પેકેટો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી જખૌ મરીન પોલીસ

શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેંજ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્વિમ કચ્છ ભુજ તથા બી.બી.ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ તરફથી પશ્વિમ કચ્છ-ભુજ જુલ્લાના દરિયાઇ કિનારાઓથી મળતા બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો કબજે કરી કાર્યવાહી કરવા ખાસ સુચના આપેલ હોય
જે અનુસંધાને બી.પી.ખરાડી પોલીસ ઇ-સ્પેક્ટર જખૌ મરીન પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેડળ જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા એલ.આઈ.બી. ના એ.એસ.આઈ. પુનશીભાઈ એસ.મહેશ્વરી નાઓ ક.૦૯/૩૦ વાગ્યે પો.સ્ટે.થી મરીન પો.સ્ટે. વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં જવા રવાના થયેલ અને સૈયદ સુલેમાન પીર ટાપુ પર પહોંચી ફુટ પેટ્રોલીંગ શરુ કરેલ જે પેટ્રોલીંગ ફરતા ફરતા ક.૧૦/૩૦ વાગ્યાના અરસામાં સૈયદ સુલેમાનપીર ટાપુ પર જખમંદિરથી આશરે ૭૦૦ મીટર ઉતર દિશાએ દરિયા કિનારા વિસ્તારમાં અક્ષાંસ-રેખાંસ-23.1140155, 68.7189778 વાળી જગ્યા પર છુટા પ્લાસ્ટીકના શંકાસ્પદ પદાર્થ ભરેલ ૦૪ બિનવારસુ પેકેટો મળી આવેલ જે મળી આવેલ પેકેટો પર દરિયાઇ માટી ચોટેલ છે તથા પેકેટો દરિયાઇ પાણીથી પલળેલ છે જે પેકેટો લીલા કલરના છે જે પેકેટો પર એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળી જોવામાં આવે છે જેની અંદર પણ એક લીલા કલરની પ્લાસ્ટીકની કોથળી જોવામાં આવે છે જેના આગળના ભાગે કપ તથા રકાબીનુ ચિત્ર દોરેલ છે જેની પર અંગ્રેજીમાં WIENER KRONUNG લખેલ છે તથા REGIO તથા AROMA-GARANTIE તથા GANZE BOHNE તથા AROMASCHUTZ-TIPP તથા 500G વિગેરે લખાણ લખેલ છે તથા અન્ય લખાણ પણ અંગ્રેજીમાં લખેલ છે તથા પેકેટોના પાછળના ભાગે પારદર્શક કોથળી પર કઇ લખાણ લખેલ નથી અને આ શંકાસ્પદ પદાર્થ ભરેલ બીનવારસુ ૦૪ પેકેટો એક જ જેવા છે જે કુલ ૦૪ પેકેટો માથી એક પેકેટનુ આશરે વજન ૦૧ કિલોગ્રામ જેટવુ હોઈ જે કુલ ૦૪ પેકેટોનુ વજન આશરે ૦૪ કિલોગ્રામ જેટવુ હોઈ જે પેડેટોમા શંકારપદ પદાર્થ ભરેલ હોવાનું જણાય આવતા આ પ્લાસ્ટિકના શંકાસ્પદ પદાર્થ ભરેલ કુલ ૦૪ બિનવારસુ પેકેટો જેમ હતા તે રીતે સાથે લઈ ક.૧૩/૦૦ વાગે પોલીસ સ્ટેશન પરત આવી જાહેરાત આપેલ જે અનુસંધાને જખો મરીન પો.સ્ટે જાણવા જોગ નં.૦૪/૨૦૨૫ તા-૨૧/૦૫/૨૦૨૫ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કામગીરીમાં રોકાયેલ અધિ/કર્મચારી
બી.પી.ખરાડી પોલીસ ઇન્સન્સ્પેક્ટર જી મરીન પો.સ્ટે તથા મેહુલભાઈ શંકરભાઈ લિંબડીયા બ.નં.૦૭૭૪ બિ.હ.લો.૨. જખી મરીન પો.સ્ટે. તથા હરદિપસિંહ કનકસિંહ જાડેજા મ.નં.૦૭૦૬ બિ.હ.લો.ર. જખી મરીન પો.સ્ટે. તથા કિપાલસિંહ પ્રતાપસિંહ સિંધવ બ.નં. ૧૧૧૭ પો.કોન્સ. જખી મરીન પો.સ્ટે. તથા પુનશીભાઇ સામજીભાઇ મહેશ્વરી બ.નં.૧૩૩૭ એ.એસ.આઇ. એલ.આઇ.બી. નાઓ એ રીતેના કર્મચારીઓ રોકાયેલ હતા.
